ઝી મીડિયા, દાહોદ: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. હવે આ સમગ્ર મામલે મોટો ઘટનાક્રમ આજે ઘટતો જોવા મળ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યો રાજીનામા આપી દીધા છે. નપાના સભ્યો બાદ તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત સાવલી એપીએમસી 14 અને દેસર એપીએમસીના 14 સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે અને હવે સંગઠનના 300થી વધુ હોદ્દેદારોએ પણ રાજીનામા આપી દીધા છે. ડેસરના 165 હોદ્દેદારો અને સાવલીના 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસે હરખવાની જરૂર નથી. તેમના ઘણા ધારાસભ્યો લાઈનમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેતન ઈનામદારના રાજીનામાથી કોંગ્રેસ 'ગેલ'માં, કહ્યું-CM અડધી પીચે રમવા જશે તો તેમના જ સભ્યો સ્ટમ્પ આઉટ કરશે


કોંગ્રેસે હરખવાની જરૂર નથી-સીએમ રૂપાણી
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાના પગલે ભાજપમાં જે રાજકીય ભૂકંપ સર્જાયો છે તેના પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કેતનભાઈ સાથે જીતુભાઈ (પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી)ની વાત ચાલે છે. ધારાસભ્યના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. કોંગ્રેસે હરખવાની જરૂર નથી. સીએમ વિજય રૂપાણી દાહોદ ખાતે પોષિત અભિયાનના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યાં હતાં. અહીં તેમણે આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસે હરખવાની જરૂર નથી તેમના ઘણા ધારાસભ્ય લાઈનમાં છે. 


સાવલી: MLA કેતન ઈનામદારના સપોર્ટમાં ધડાધડ 300થી વધુ રાજીનામા પડ્યા


ઈનામદારે ઈમાનદારીપૂર્વક રજુઆત કરી તે આવકાર્ય-ધાનાણી
અત્રે જણાવવાનું કે વિધાનસભામાં વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ આ મામલે કહ્યું હતું કે કેતન ઈનામદારે ઈમાનદારીપૂર્વક રજુઆત કરી તે આવકાર્ય છે. અધ્યક્ષ રાજીનામું સ્વીકારે તેવી અપેક્ષા છે. ભાજપના અનેક ધારાસભ્યોના મોઢે તાળા વાગ્યા છે. ભાજપના મિત્રો અપરાધભાવથી મુક્ત થાય તે જરૂરી છે. જેમની પણ સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને કોંગ્રેસમાં આવકાર છે.


ભાજપના સભ્યો સાચુ બોલવા જાય તો તેમને વિમુખ કરવામાં આવે છે. ભાજપના અનેક ધારાસભ્યો અમારી સમક્ષ પણ તેમની વ્યથા વ્યક્ત કરતા હોય છે. અન્ય કેટલાક ધારાસભ્યો પણ રાજીનામું આપીને અપરાધભાવમાંથી મુક્ત થશે. ભાજપના ભય અને ભ્રષ્ટાચાર સામે હવે અવાજ ઉઠાવવાનું શરૂ થયું છે. સાચુ બોલનારને કોંગ્રેસ સમર્થન આપશે. 


BJPના નારાજ ધારાસભ્યે MGVCLના ભટ્ટ જેવા અધિકારીઓને સીધા કરી પગલાં લેવાની કરી માગણી


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube